પાણીનો કોન્ટ્રાક્ટર પાણી વેરાના નામે પૈસા માંગતો હોવાનો વીડિયો વાયરલ સીરામીક સિટીમાં 600 જેટલા ફ્લેટ, કુલ પાણી વેરો મહિને રૂ. 60 હજાર !! અમે કોઈ પાણી વેરો ઉઘરાવતા નથી. પણ પાણીનો કોન્ટ્રાક્ટરની શરતચુક થઈ ગઈ છે : ઇન્ચાર્જ સરપંચ મોરબી : મોરબી નજીક આવેલી ત્રાજપર ગ્રામ પંચાયતમાં પાણી વેરાના નામે ખોટી રીતે પૈસા ઉઘરાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ત્રાજપર ગ્રામ પંચાયત હસ્તકના સીરામીક સીટીના ફ્લેટ ધારકો પાસેથી મહિને રૂ. 100-100 માંગ્યા હોવાનો ચોકવાનારો આક્ષેપ થયો છે. આ મામલે ઇન્ચાર્જ સરપંચે જણાવ્યું હતું કે, અમે કોઈ એવો પાણી વેરો ઉઘરાવતા નથી.પણ પાણીનો કોન્ટ્રાકટરની શરતચુક થઈ ગઈ છે. પાણી વેરો ઉઘરાવતા હોવાનો વાત ખોટી છે. મોરબી ત્રાજપર ગ્રામ પંચાયત હસ્તકની સીરામીક સીટીના ફ્લેટ ધારકો પાસેથી મહિને પાણી વેરો રૂ.100-100 ઉઘરાવતા હોવાનો ઓડિયો અને વીડિયો વાયરલ થયો છે. જેમાં સીરામીક સીટીમાં રહેતા જયદીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ત્રાજપર ગ્રામ પંચાયતમાંથી જીજ્ઞેશભાઈ નામના વ્યક્તિએ સીરામીક સિટીના સંચાલકોને ફોન કરીને સીરામીક સિટીમાં રહેતા લોકોને ફલેટ દીઠ મહિને 100-100 રૂપિયા પાણી વેરાના પેટે આપવાનું જણાવ્યું હતું. આથી જયદીપસિંહ જાડેજાએ આ જીજ્ઞેશભાઈને ફોન કરીને પૂછ્યું તો જીજ્ઞેશભાઈએ મેન્ટનેશ અને પાણી વેરો સરપંચના કહેવાથી ઉઘરાવીએ છીએ. આથી તેઓએ જણાવ્યું કે સીરામીક સિટીના પાંચ વર્ષ થયાં હજુ સુધી કોઈએ આ રીતે પૈસા ઉઘરાવ્યાં નથી. તમે મહિને 100-100 ઉઘરાવો તો 600 ફ્લેટના મહિને 60 હજાર રૂપિયા થાય. આટલો બધો વેરો ક્યાંય હોતો નથી. આટલા બધા રૂપિયા લોકોને પોસાય તેમ જ નથી. સીરામીક સિટીના ફ્લેટ ધારકો પાસેથી પહોંચ વિના મહિને 100-100 રૂપિયા ઉઘરાવાતા હોવાનો ઓડિયો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. ત્રાજપર ગ્રામ પંચાયતમાં પાણી વેરાના નામે થઈ રહેલી કટકી અંગે હાલમાં ત્રાજલર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે જવાબદારી નિભાવતા ઉપસરપંચ પ્રવીણભાઈ ટીડાણીએ જણાવ્યું હતું કે, એ ભાઈ પાણીનો કોન્ટ્રાકટર છે અને અમે એને પાણી વેરો ઉઘરવાનું કહ્યું નથી. એની ક્યાંક ભૂલ થતી હશે અમે કોઈ પાણી વેરો ઉઘરાવતા જ નથી. આ વાત સદંતર ખોટી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..