માતૃ વીરબાઈ મા માનવ સેવા તથા ગૌ સેવા સંસ્થા અને સહયોગીઓ દ્વારા પ્રશંસનીય સેવા કાર્ય યોજાયુંમોરબી : હાલ પવિત્ર પરસોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે મોરબીમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક સત્કાર્યો અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી સબ જેલ ખાતે માતૃ વીરબાઈ મા માનવ સેવા તથા ગૌ સેવા સંસ્થા દ્વારા આશરે 400 જેટલા લોકોને ઠંડી મસાલા છાશ પીવડાવવામાં આવી હતી.આ સેવા કાર્ય અલ્પાબેન અજયભાઈ કક્કડ, જગદીશભાઈ પટેલ અને રીટાબેન દેત્રોજાના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીના સમયમાં અને પરસોત્તમ માસના પવિત્ર અવસરે સબ જેલમાં છાશ વિતરણનું આ સરાહનીય કાર્ય કરી સંસ્થા અને સહયોગીઓએ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #SocialWork #Humanity #MorbiSubJail #PurshottamMaas #ButtermilkDistribution