સીતારામ સેવા ગ્રુપ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે સેવાકીય કાર્યક્રમ યોજાયો: ભાજપના આગેવાનો, કોર્પોરેટર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યામોરબી : મોરબીમાં આજે મહારાણા પ્રતાપ જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નવા બસ સ્ટેન્ડ સામે ઠંડાપીણા તથા છાસ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.ઉનાળાની આકરી ગરમી વચ્ચે રાહદારીઓ, મુસાફરો તેમજ સ્થાનિક નાગરિકોને રાહત આપવા માટે આયોજિત આ કાર્યક્રમમાં અંદાજે 5000 થી વધુ લોકોને ઠંડાપીણા અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીતારામ સેવા ગ્રુપના સભ્યો ઉપરાંત મોરબી મહાનગર પાલિકાના કોર્પોરેટર, ભાજપના આગેવાનો તેમજ સમાજના વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ મહારાણા પ્રતાપના શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને આદર્શોને યાદ કરી તેમના અદભુત જીવનમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું.આ આયોજન અંગે માહિતી આપતા સીતારામ સેવા ગ્રુપના યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા દર વર્ષે મહારાણા પ્રતાપ જન્મજયંતિના પાવન અવસરે વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વર્ષોની આ પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ લોકોની તરસ છીપાવવા ઠંડાપીણા અને છાસ વિતરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #MaharanaPratapJayanti #SitaramSevaGroup #SocialWork #MorbiNews #Gujarat