મોરબી : કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઠંડક કરવા ઠંડા પીણાં તેમજ ઠંડી વસ્તુ ખાવા-પીવાનું વધુ પસંદ કરતા હોય છે.અને સેવાભાવી સંસ્થાઓ લોકોને ઠંડક પુરી પાડવા ઠંડા પીણાંનું વિતરણ કરતા હોય છે.ત્યારે મિત્ર મંડળ દ્વારા આવતીકાલ થી ત્રણ દિવસ ઠંડી છાશનું વિતરણ કરાશે. મિત્ર મંડળના સહકારથી તા.18 થી 20 એમ ત્રણ દિવસ સવારે 10 થી 12 વાગ્યા સુધી શનાળા રોડ,ડો.બી.કે.લહેરુંના દવાખાના ખાતેથી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે.લોકોને આ છાશ વિતરણનો લાભ લેવા યાદીમાં અપીલ કરવામાં આવી છે.