કમિશનર સંગીતા રૈયાણીની ઉપસ્થિતિમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે વિકાસ કામો અંગે ચર્ચા કરાઈમોરબી અપડેટ: મોરબી શહેરના સર્વાંગી વિકાસને વધુ સુદ્રઢ અને જનભાગીદારી આધારિત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી દ્વારા ગઇકાલે એક વિશેષ કાર્યક્રમ 'કોફી વિથ કમિશનર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સંગઠનોના આગેવાનોને મોરબીમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના આયોજનો અંગે માહિતગાર કરવાનો હતો. આ કાર્યક્રમમાં શહેરમાં ચાલી રહેલા વિવિધ કામો કયા સ્ટેજ પર પહોંચ્યા છે અને કેવી રીતે કામગીરી થઈ રહી છે તેની માહિતી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને નીચે મુજબના પ્રોજેક્ટ્સની વિસ્તૃત ચર્ચા કરાઈ હતી:શહેરના 29 જેટલા સર્કલ ડેવલપમેન્ટના કામોએસ.પી.રોડ અને કેનાલ રોડની ચાલી રહેલી કામગીરીઅમરેલી રોડ પર ભૂગર્ભ ગટર સહિતના કામોમહાનગરપાલિકાના નવા બિલ્ડીંગનું નિર્માણશહેરના બાગ-બગીચા અને નવી ઓફિસોના કામોવિવિધ સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિઆ વિચારગોષ્ઠીમાં શહેરના વિકાસમાં સહયોગ આપવા માટે વિવિધ અગ્રણી સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, મીઠા ઉદ્યોગ (મરીન સોલ્ટ એસોસિએશન)ના પ્રમુખ દિલુભા જાડેજા, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ શેરસિયા તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. તમામ ઉપસ્થિતોને મહાનગરપાલિકાની કામગીરીથી વાકેફ કરી ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે તેમના અમૂલ્ય સૂચનો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.#MorbiUpdate #MorbiMahanagarpalika #CoffeeWithCommissioner #MorbiDevelopment #SangitaRaniyani #MorbiNews #SmartCityMorbi