ફલાઈંગ સ્ક્વોડની ૯ ટીમો અને સ્ટેટીક સર્વેલન્સની ૧૦ ટીમો પણ કાર્યરત : નેતાઓ હવે નાણાકીય ગ્રાન્ટ કે કોઈ જાહેરાતો કરી શકશે નહીં : બેનર, હોર્ડીગ્સ, ઝંડી, પોસ્ટર, ભીત લખાણો, કટઆઉટ વગેરે દુર કરાશેમોરબી : લોકસભાની ચૂંટણી જાહેર થતા જ મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જેથી તેની ચુસ્ત અમલવારી માટે જિલ્લામાં ખાસ ૧૧ ટિમો મેદાનમાં ઉતરી ગઈ છે. આ સાથે બીજી પણ અલગ અલગ ટિમો ચૂંટણી સંદર્ભે તંત્ર દ્વારા કાર્યરત કરવામાં આવી છે.કલેકટર તંત્ર દ્વારા જાહેર કર્યા મુજબ ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે. જે અનુસંધાને મંત્રીઓ અને બીજા સત્તાધિકારીઓ, સત્તાધારી પક્ષની તરફેણમાં મતદાઓ પ્રભાવિત થાય તેવા હેતુસરકોઈપણ રૂપમાં કોઈપણ જાતની નાણાકીય ગ્રાન્ટ અથવા વચનોની જાહેરાત કરી શકાશે નહી. વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી મંજુર કરી શકાશે નહી. કોઈપણ જાતની પરીયોજના કે યોજનાનું શિલારોપણ કરી શકાશે નહી અથવા ઉદ્ધાટન/ લોકાર્પણ કરી શકાશે નહી. વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકનો ચૂંટણી વિષયક હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહી. રાજકીય પક્ષોનો સભ્યોની પ્રાસંગિક મીટીંગને તેમાં મંજુરી આપી શકાશે નહી.વધુમાં જિલ્લામાં ફલાઈંગ સ્ક્વોડ-૯ ટીમો + ૩ રીઝર્વ ટીમો, સ્ટેટીક સર્વેલન્સ ટીમ- ૧૦ ટીમો + ૩ રીઝર્વ ટીમો, વિડીયો સર્વેલન્સ ટીમ ૩ ટીમો, આદર્શ આચાર સંહિતા અમલ માટેની ટીમ-૧૧ કાર્યરત થયેલ છે. આસીસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર-૩ ની નિમણુંક કરેલ છે. આ તમામ ટીમને તાલીમબ્ધ્ધ કરેલ છે. સતત મોનીટરીંગ કરવા સુચના આપવામાં આવેલ છે. સ્ટેટીક સર્વેલન્સ ટીમ ચૂંટણીનું જાહેનામું બહાર પડતાની સાથે જ કાર્યરત થઈ છે.આચારસંહિતા અમલમાં આવતા બેનર, હોર્ડીગ્સ, ઝંડી, પોસ્ટર, ભીત લખાણો, કટઆઉટ વગેરે દુર કરવાની કામગીરી શરૂ કરવા માટે સંબંધિત નોડલ ઓફીસરશ્રી MCCને સુચના આપવામાં આવેલ છે. આચારસંહિતા અમલ અર્થે મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારો માટે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મોરબીને નોડલ ઓફીસર તરીકે ફરજ બજાવશે.