ગેરકાનૂની પ્રવૃત્તિથી દૂર રહેવાની જાગૃતતા ફેલાવવા 12 જવાનોએ શરૂ કરી હતી બાઇકરેલીમોરબી : વાડીનારથી નીકળેલી કોસ્ટગાર્ડની બાઇક રેલી આજે મોરબી આવી પહોંચી હતી. આ રેલીમાં જોડાયેલા જવાનોનું એસપી કચેરી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડના 12 જવાનોએ વાડીનારથી ગત તા.27ના રોજ બાઇક રેલી શરૂ કરી હતી. તેઓ આવતીકાલે તા.29ના રોજ માળિયા જુમાવાડી પહોંચીને રેલી પૂર્ણ કરવાના છે. આ દરમિયાન આજે આ રેલી મોરબી એસપી કચેરીએ આવી હતી. અહીં તમામ જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જવાનો કોસ્ટ ગાર્ડ કેવી રીતે કામ કરે છે તે અંગેની માહિતી આપી રહ્યા છે. ઉપરાંત તટીય વિસ્તારોમાં ગેરકાનૂની પ્રવૃત્તિ ન ફેલાય તે અંગેની જાગૃતતા ફેલાવી રહ્યા છે. સાથે સરકારી યોજનાઓનો પ્રચાર કરી રહ્યા છે.