મોરબીવાસીઓ આ યોજનાનો લાભ લે તેવી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કની અપીલ મોરબી : ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક લી. મોરબી શાખા દ્વારા સદગત ખાતાધારકના પરિવારને પ્રીમિયમ લીધા વિના રૂ. પાંચ લાખના અકસ્માત વીમાની સહાય કરવામાં આવી છે. તેમજ મોરબીવાસીઓ આ સ્કીમનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. ગુજરાતની બીજા ક્રમની સહકારી બેન્ક ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક લી. જે 'અર્બન' બેન્કના નામથી વધારે જાણીતી છે. આ બેન્કની શાખા તા. 27/01/2017 થી શનાળા રોડ પર સરદાર બાગ સામે મોરબી મુકામે કાર્યરત છે. સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવામાં બેન્ક હમેશા માટે અગ્રેસર છે. મહેસાણા બેન્ક તેમના બચત/ચાલુ ખાતેદારો પાસેથી એક પણ પૈસાનું પ્રીમિયમ લીધા સિવાય અકસ્માત વીમાનું પાંચ લાખના જોખમનો વીમો લે છે. જેનું સંપૂર્ણ પ્રીમિયમ બેન્ક વહન કરે છે. ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક લી.ની મોરબી શાખાના બચત ખાતાધારક મહાદેવભાઇ હંસરાજભાઇ ડાભીનું તા. 18/06/2020 ના રોજ અકસ્માતથી મૃત્યુ થયેલ હતું. બેન્કની ઉપરોક્ત યોજના અન્વયે મૃતક સ્વ. મહાદેવભાઇ હંસરાજભાઇ ડાભીના ધર્મપત્ની માનસીબેન મહાદેવભાઇ ડાભીને રૂપિયા પાંચ લાખનો ચેક આજ રોજ તા.15/07/2021ના અર્પણ કરેલ છે. આ સહાયથી માનસીબેનને સારો એવો આર્થિક ટેકો મળી રહેશે. મોરબીની જનતાને આ સ્કીમ તેમજ સભાસદ અકસ્માત વીમાની જાણકારી મળે તે માટે બેન્કની રૂબરૂ મુલાકાત કરવા અપીલ કરેલ છે. આ ઉપરાંત, બધી જ સાઈઝમાં ભાડા વગરના લૉકરની સુવિધા, પ્રધાન મંત્રી જીવન જ્યોત યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના તેમજ અટલ પેન્સન યોજના પણ ઉપલબ્ધ છે. બેન્કની યાદીમાં મોરબીની જનતાને અપીલ છે કે બેન્કની મુલાકાત કરે, ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક આપની કોઈ પણ બેંકિંગ જરૂરિયાત માટે હમેશા તત્પર છે તેમજ મોરબી શાખાના સ્ટાફના ગ્રાહકલક્ષી અભિગમથી અત્યારના ગ્રાહકો ખુશ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..