મોરબીના ગૂંગણ ગામે રીક્ષામા ભાગ મામલે માતા અને ભાઈએ હુમલો કર્યાનો આરોપમોરબી : જર જમીન અને જોરું ત્રણ કજિયાના છોરું કહેવતમા હવે જર, જમીન અને જોરૂની સાથે સીએનજી રીક્ષાનું નામ પણ ઉમેરવું પડે તેવો કિસ્સો સામે આવ્યો છે. મોરબીના ગૂંગણ ગામે બે સગા ભાઈઓ વચ્ચે ભાગીદારીમાં રહેલી સીએનજી રીક્ષા બાબતે બોલાચાલી થતા માતા અને ભાઈએ હુમલો કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગૂંગણ ગામે રહેતા અરવિંદભાઈ મનજીભાઈ કુરિયાએ સગી મા જનેતા લીલાબેન મનજીભાઈ કુરિયા અને સગા ભાઈ લાલજીભાઈ મનજીભાઈ કુરિયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે પોતાને સગા ભાઈ સાથે ભાગમાં સીએનજી રીક્ષા હોય જેના ભાગ બાબતે વાતચીત કરતા હતા ત્યારે ભાઈ લાલજી અને માતા લીલાબેને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે માતા અને ભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.