મોરબી : મોરબી જિલ્લામાં સીએનજી ગેસ પંપોની હડતાલ આજે સમેટાઈ જતા રિક્ષાચાલકો અને સીએનજી કાર ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ બધા સીએનજી ગેસના પંપો રાબેતા મુજબ ધમધમવા લાગ્યા છે સીએનજી ગેસ પર પેટ્રોલ અને ડીઝલ કરતા ઓછુ કમિશન મળતું હોવાના પ્રશ્ને સીએનજી ગેસ પંપો દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી હતી. આ હડતાલના કારણે રિક્ષાચાલકો અને સીએનજી કાર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. હાલ આ હડતાલનો આજે સુખદ અંત આવ્યો છે. જીએસપીસી ગેસ દ્વારા આજે સીએનજી ગેસ પંપના સંચાલકો સાથે વાટાઘાટો કરીને તેઓની માંગ મહદ અંશે મંજુર રાખવામાં આવતા હડતાલ સમેટાઈ ગઈ છે. આ હડતાલના કારણે રિક્ષાચાલકોની રોજી રોટી ઉપર અસર સર્જાઈ છે. ત્યારે અંતે હડતાલ સમેટાઈ જતા રિક્ષાચાલકો અને સીએનજી કાર ચાલકોએ હાશકારો અનુભવ્યો છે.