આજથી અદાણી ગેસનો ભાવ રૂ.90.02 અને ગુજરાત ગેસનો ભાવ રૂ.85.20 લાગુમોરબી: સીએનજી વાહનચાલકોના ખિસ્સા પર વધુ એક આર્થિક ભાર વધ્યો છે. અદાણી અને ગુજરાત ગેસ બન્ને દ્વારા સીએનજીના ભાવમાં રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે સીએનજી વાહનોની મુસાફરી થોડી મોંઘી બનશે.ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 2 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ વધારા પહેલા સીએનજીનો ભાવ 83 રૂપિયા આસપાસ હતો, જે આજથી વધીને 85.20 રૂપિયા પ્રતિ કિલો થયો છે. આ ઉપરાંત અદાણીએ પણ રૂ.2નો વધારો ઝીકયો છે. તેનો નવો ભાવ રૂ.90.02 પ્રતિ કિલો થયો છે. અચાનક થયેલા આ ભાવ વધારાને કારણે મોરબીના સામાન્ય નાગરિકો અને સીએનજી વાહનચાલકોના માસિક બજેટ પર વધુ ભારણ વધશે.#Morbi #MorbiNews #GujaratGas #CNGPriceHike #CNG #MorbiUpdates