કોન્ક્લેવના પ્રારંભે મોરબીના ઉદ્યોગોના ડેવલોપમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પડકારો વિષય ઉપર વિચાર મંથન મોરબી : મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે તા. ૩૧ જુલાઇના રોજ સાંજે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી “મોરબી અપડેટ કોન્કલેવ-૨૦૨૧”નો પ્રારંભ કરાવ્યો છે.આજે કોન્ક્લેવના પ્રથમ દિવસે મોરબીના ઉદ્યોગોના ડેવલોપમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પડકારો વિષય ઉપર વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે. “મોરબી અપડેટ કોન્કલેવ-૨૦૨૧”ના શુભારંભ પ્રસંગે મોરબી ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, FIAના પ્રમુખ પ્રકાશ વરમોરા, ઓરેવા ગૃપના જયસુખભાઇ પટેલ, સિરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા, મુકેશભાઈ કુંડારીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જેન્તીભાઇ પટેલ, ક્લોક એસોશિએશન પ્રમુખ શશાંકભાઈ દંગી, પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશન અગ્રણી જગદીશભાઈ પનારા સહિત મોરબીના ઉદ્યોગપતિઓ- અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીના ઉદ્યોગોના પડકારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષયને લઈ વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી.