મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે તા.૨૫ને શુક્રવારના રોજ મોરબીના બગથળા ગામે આવવાના છે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને સુરક્ષા પર વધુ ભાર મૂકીને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવશે પ્રાપ્ત થતી વિગત મુજબ આવતીકાલે .૨૫ને શુક્રવારના રોજ મોરબીના બગથળા ગામે મુખ્યમંત્રી વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આગમનની તમામ તૈયારીઓ પુર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન સુરક્ષા પર વધુ ભાર આપી આઈજીને મોરબી ખાતે મુકામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરક્ષા માટે એક એસપી, ૫ ડીવાયએસપી, ૧૩ ઇન્સ્પેકટર, ૩૪ સબ ઇન્સ્પેકટર, ૩૩૦ પોલીસ જવાનો, ૫૦ મહિલા પોલીસ અને ૫૦ ટ્રાફિક પોલીસનો કાફકો ખડેપગે રહેશે. [caption id='attachment_5074' align='aligncenter' width='300'] પ્રતીકાત્મક ફોટો[/caption]