મોરબી : ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ ગુજરાતના જનરલ સેક્રટરી કે. ડી. બાવરવા દ્વારા મોરબી સહીત રવાપર અને શનાળા ગામમાં પાણીના નિકાલની જગ્યાઓ પર થયેલ દબાણનું સર્વે કરવા તેમજ નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી.કે. ડી. બાવરવાએ રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરમાં વરસાદના પાણીના નિકાલના અભાવે પુરની પરિસ્થતિ થવા પામેલ હતી. આ બાબતે અમોએ આપને તા. ૧૬/૦૮/૨૦૧૯ના રોજ મોરબીમાં પાણી નિકાલની જગ્યાઓ ઉપર થયેલ દબાણોનો સર્વે કરી તેને દુર કરી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે વિનંતી કરતો પત્ર લખેલ હતો. જેના અનુસંધાને મુખ્યમંત્રી તરફ તથા વિરોધ પક્ષના નેતા તરફથી અમોને પ્રત્યુતર પાઠવવામાં આવેલ હતો. તેમજ અમોએ અગ્રસચિવને આ બાબતે થયેલ કાર્યવાહીની જાણ કરવા વિનંતી કરતો પત્ર પણ લખેલ હતો. પરંતુ તેમના તરફથી કોઈ જાતનો પ્રત્યુતર મળેલ નથી. જેથી, ના છૂટકે અમારી રજૂઆત માટે આપ શ્રી ને આ બીજો પત્ર લખી રહ્યો છું. આશા છે કે આપ શ્રી આ કામ માટે યોગ્ય આદેશો કરી લોકોની સુવિધામાં યોગ્ય સુધારો કરી આપશો. આ ઉપરાંત, તેઓએ જણાવ્યું હતું કે મોરબી કે જે એક સમયે સૌરાષ્ટ્રનું પેરીસ હતું. રાજાશાહીના સમયમાં રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા વગેરે એટલી સરસ હતી માટે મોરબીને પેરીસની ઉપમા મળેલ હતી. તે મારું મોરબી પાછું સૌરાષ્ટ્રનું પેરીસ બને તેવી અમારી ઈચ્છા હોય તેથી આ રજૂઆત મુખ્યમંતત્રી, વિધાનસભા નેતા પરેશભાઈ ધાનાણી, મુખ્ય સચિવ તથા મોરબી જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.