પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા પ્રભારી મંત્રી સાથેની મુલાકાત સફળ નીવડી મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી તથા માળીયા તાલુકાના ખેડૂત પ્રતિનિધિમંડળને સાથે રાખીને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રીની રૂબરૂ મુલાકાત લઈને નર્મદા યોજનાની મોરબી અને માળીયા બ્રાન્ચમાં ત્વરિત પુરતું પાણી છોડવાની રજુઆત કરી હતી. ત્યારે તમામ મંત્રીઓએ હકારાત્મક વલણ દાખવીને પૂરતું પાણી છોડવાની ખાત્રી આપી છે. સતત બીજા વર્ષે અપૂરતા વરસાદ તથા નર્મદા યોજનાની મોરબી બ્રાન્ચ કેનાલ તથા માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવતું હોવા છતાં ખેતરોમાં પાણી ન પહોંચતું હોવાને કારણે ખેડૂત આર્થિક પાયમાલીના આરે પહોંચવા આવ્યો છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી તથા માળીયા તાલુકાના ખેડૂત પ્રતિનિધિમંડળને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલની મુલાકાત લીધી હતી. માળીયા તાલુકામાં પાણી પહોંચતું કરવા બ્રાહ્મણી ડેમને બાયપાસ કરી સીધી જ કેનાલ જોડવાની રજુઆતના અનુસંધાનમાં કાર્યવાહી કરવાની મંત્રીઓએ ખાત્રી આપી હતી. ઢાંકીથી મોરબી બ્રાન્ચ કેનાલ તથા માળીયા બ્રાન્ચ કેનાલ સુધીમાં પાણી ચોરી અટકે તથા ગેરકાયદેસર રીતે પાણીને ડાયવર્ટ કરવામાં આવે છે તેને અટકાવવા જરૂરી તમામ પગલા લેવા પણ ખાત્રી અપાઈ હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne