13 અને 14 માર્ચે છાંટા પડવાની શક્યતા : મોરબીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે મોરબી : હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 11 માર્ચથી 15 માર્ચ સુધી એટલે કે પાંચ દિવસ દરમિયાન મોરબી જિલ્લામાં વાતાવરણ સૂકું અને અંશતથી મધ્યમ વાદળછાયું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે આ પાંચ દિવસો દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. જ્યારે મહત્તમ તાપમાન આ દિવસોમાં 38 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જે વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હોય ત્યાં શિયાળું-ઉનાળુ પાકોમાં, શાકભાજી પાકોમાં અને આંબાવાડીમાં ફૂગ જન્ય રોગનો ઉપદ્રવ ન થાય તે માટે કાર્બન્ડાઝીમ દવા 15 ગ્રામ 10 લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવાની સૂચના આપવામાં આવી છે અને ઉભા પાકમાં વરસાદની આગાહી સમય સુધી પિયત પાણી આપવાનું મુલતરી રાખવા જણાવ્યું છે. વધુમાં જણાવ્યું છે કે તારીખ 13 અને 14 માર્ચે હળવા વરસાદી છાંટા પડવાની સંભાવના છે.