મોરબીમાં પોણા ત્રણ ઇંચ અને માળિયામાં અઢી ઇંચ જેટલો વરસાદ મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તારીખ 6 સપ્ટેમ્બરે સવારથી જ મોરબી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સર્વત્ર જિલ્લામાં ધીમીધારે વરસેલા વરસાદથી ખેતરોમાં જાણે સોનુ વરસ્યું હોય તેમ ખેડૂતો માની રહ્યા છે. મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી સારો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ટંકારા તાલુકામાં પડ્યો છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં એટલે કે 24 કલાકમાં ટંકારા તાલુકામાં 73 મીમી એટલે કે આશરે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે મોરબી તાલુકામાં 65 મીમી એટલે કે આશરે પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. માળિયા તાલુકામાં પણ 58 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે હળવદ તાલુકામાં 52 મીમી અને વાંકાનેર તાલુકામાં 34 મીમી વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે.છેલ્લા 24 કલાક (ગઈકાલ સવારે 6 થી આજે સવારે 6 કલાક) દરમિયાન વરસાદટંકારા 73 mmમોરબી 65 mmમાળિયા 58 mmહળવદ 52 mmવાંકાનેર 34mmસિઝનનો કુલ વરસાદટંકારા 682 mmમાળિયા 481 mmમોરબી 664 mmવાંકાનેર 546 mmહળવદ 509 mm