મોરબી : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અને આવતીકાલે ઝડપી પવન તથા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મોરબીમાં વાતાવરણ પલટાતાં સવારથી વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતારણ જોવા મળ્યું હતું. શિયાળાની સીઝન ધીમે-ધીમે જામી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ વરસાદી માવઠાની સંભાવનાના પગલે મોરબી પંથકમાં આજે વ્હેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં ઠંડીનું જોર વધવાની સાથે વ્હેલી પરોઢના સમયે સૂર્યનારાયણના દર્શનને બદલે વાદળછાયું તેમજ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. જો કે વાદળછાયું વાતાવરણ છવાતા અને માવઠાંની શક્યતાના લીધે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..