સ્થાનિકોને હાલાકી : તંત્ર તાકીદે ઉકેલ લાવે તેવી માંગ મોરબી : મોરબીના રવાપરથી ઘુનડા રોડ પર રહેણાંક વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટ અને નાલાઓમાં પાર્ટી પ્લોટના સંચાલકો અને લોકો દ્વારા પ્રસંગો બાદનો કચરો અને વેસ્ટ ફેંકી દેતા હોવાથી ગંદકી સર્જાય છે. જેના લીધે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી તંત્ર તાકીદે ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે. હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે પ્રસંગો પુરા થયા બાદ ફૂલો-પ્લાસ્ટિકની ડીશ-વેસ્ટ વગેરે જેવા કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે નાલામાં કે ખુલ્લા પ્લોટમાં નાખી દેવામાં આવે છે.જેના કારણે ગંદકીના ઢગ થતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.એ જ રીતે મોરબીના રવાપરથી ઘુનડા રોડ પર રહેણાંક વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટ અને નાલાઓમાં પાર્ટી પ્લોટના સંચાલકો અને લોકો દ્વારા પ્રસંગો બાદનો કચરો અને વેસ્ટ ફેંકી દેતા હોવાથી ગંદકીના ઢગ થઇ જાય છે. જેના કારણે ભારે ગંદકી સર્જાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ સમસ્યાનો તંત્ર દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે.