મનાઈ હોવા છતાં ફેકટરી ચાલતી હોવાનું ધ્યાને આવતા પ્રદુષણ બોર્ડ ત્રાટક્યું, પાંચેય ફેકટરીને રૂ.1.25 કરોડનો ફંડ ફટકાર્યો મોરબી : હળવદના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણમાં ઉધોગો ચાલુ કરવાની મંજૂરી જ ન હોવા છતાં કેટલાક ઉધોગો મંજૂરી વિના ચાલુ થઈ ગયાનું ધ્યાને આવતા પ્રદુષણ નિયત્રણ બોર્ડ ત્રાટક્યું હતું અને પ્રદુષણ નિયત્રણ બોર્ડ ઘુડખર અભ્યારણમાં ગેરકાયદે ધમધમતી 5 ફેક્ટરીને ક્લોઝર એટલે તાળાં મારવાની નોટિસ ફટાકરી વીજ જોડાણ પણ કટ કરી દીધા હતા. તેમજ પાંચેય ફેકટરીને રૂ.1.25 કરોડનો ફંડ ફટકાર્યો છે. હળવદના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણમાં ગેરકાયદે ખડાકાયેલી અમુક સિલિકોનની ફેકટરીઓ દ્વારા પ્રદુષણ ફેલાવતું હોવાની ફરિયાદ મળતા મોરબી સ્થિત પ્રદુષણ નિયત્રણ બોર્ડ કચેરીના અધિકારી કે, બી વાઘેલા અને તેમની ટીમ એક્શનમાં આવી હતી. આ જીપીસીબીની ટીમે હળવદના ઘુડખર અભ્યારણમાં ઓચીતું ચેકિંગ હાથ ધરતાં 11 જેટલી ફેકટરીઓ ગેરકાયદે ધમધમતી હોવાનું સામે આવ્યું હતું.આથી દંડનીય નોટિસ ફટકારી હતી. જેમાં મીઠાના પ્રોસેસિંગ યુનિટ, સિલિકોન યુનિટ અને ઝીંક સોલ્ટનું ઉત્પાદન થતું હોય અને આ તમામ ફેકટરીઓને મજૂરી આપવામાં આવી જ ન હોવા છતાં ગેરકાયદે આવા એકમો ચાલુ રાખી ગંભીર પ્રદુષણ ફેલવીને ઘુડખર પ્રાણીઓના અસ્તિત્વ ઉપર જોખમ ઉભું કરનાર 5 જેટલી ફેકટરીઓને ક્લોઝર નોટિસ એટલે તાળાં મારી દેવાની નોટિસ અને વીજ જોડાણ પણ કટ કરી દેવામાં આવ્યા છે. તેમજ પાંચેય ફેકટરીને 25-25 લાખ મળીને કુલ રૂ.1.25 કરોડનો ફંડ ફટકાર્યો છે. જો કે આવી ફેકટરીઓને મંજૂરી ન હોવા છતાં વીજ કનેક્શન કેમ મળ્યા તે અંગે અધિકારી કે, બી વાઘેલાએ જણાવ્યું હતું કે, ફેકટરી અને વીજ કનેક્શન માટે અલગ અલગ નામો રાખીને ચતુરાઈથી વિજ જોડાણ મેળવ્યા હતા.