છેવાડાના માનવીની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે : પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી : પડધરીમાં રૂ. ૨૩૯.૩૨ લાખના ખર્ચે બનનારા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે થયું હતુ. મહાનુભાવોએ ભૂમિ પૂજન વિધિ કર્યા બાદ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયા અને અગ્રણી મનસુખભાઈ ખાચરિયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. અને આભારવિધિ હંસાબેને કરી હતી. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું હતું કે ગામડાના લોકોની સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. પંચાયત વિભાગના નેજા હેઠળ તરીકે ગામડાના લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે રાજયસરકાર પ્રયત્નશીલ છે. પ્રજાને પાણી, વીજળી. આવાસ, આરોગ્ય સહિતની સુવિધાઓ મળી રહે તે માટે અમારી સરકાર કટિબદ્ધ છે. સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે પંચાયત મંત્રીશ્રી બ્રિજેશભાઈના માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવીનો વિકાસ માટે વધુ ને વધુ લોકકલ્યા્ણલક્ષી યોજનાઓનું અમલીકરણ કરાઇ રહયું છે. ખેડૂતોને વધુ ને વધુ ભાવ મળે તે માટે પણ સરકાર વિવિધ આયોજનો કરે છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરે કહ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતો- પશુપાલકો માટે અનેકવિધ યોજનાઓ ચાલી રહી છે. વરસાદી પાણીને રોકવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વધુને વધુ થાય તો ખેડૂતો- લોકોની પાણીની સમસ્યા હલ થઇ શકે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચૌહાણ, પડધરી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ બાંભવા, માર્કેટ યાર્ડ પ્રમુખ અખિલસિંહ જાડેજા, આગેવાનો સર્વ પ્રવિણભાઈ હેરમા, મહેશભાઈ અકબરી, જગદીશભાઈ મુછડીયા, ગીરીરાજસિંહ જાડેજા, સુમાબેન લુણાગરીયા, ડે. ડિડીઓ રાહુલ ગમારા, મામલતદાર ભાવનાબેન સહિતના સ્થાનિક અને વહીવટીતંત્રના મહાનુભાવો, પ્રજાજનો ઉપસ્થિતિ રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..