મોરબી : દિવાળી બાદ બબ્બે વખત માવઠું વરસ્યા બાદ આજે ફરી મોરબીમાં વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. મોરબીમાં ગઈકાલે અને આજે ગાઢ ધુમ્મસ છવાઈ ગઈ હતી અને તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો થયો હતો. ત્યારબાદ આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ મોરબી પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. જેના લીધે શિયાળો અને ચોમાસુ જેવી મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ આકાશમા વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે કારણ કે જો માવઠું વરસે તો ચણા, જીરું, ઘઉં સહિતના પાકોને નુકશાન પહોંચવાની દહેશત જોવાઇ રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..