સવારથી સુરજદાદાના દર્શન દુર્લભ બન્યા : ઠંડા પવનો ફુંકાતા ટાઢોડું મોરબી : દક્ષિણના રાજ્યોમાં ધોધમાર મેઘમહેર વચ્ચે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને કારણે રાજ્યના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે.માવઠાના અણસારો વચ્ચે આજે સવારથી સુરજદાદાના દર્શન દુર્લભ બન્યા છે અને ઠંડા પવનનોને કારણે વાતાવરણમાં ટાઢોડું છવાયું છે. હવામાન વિભાગના નિર્દેશો મુજબ આગામી 19થી 20 નવેમ્બર દરમિયાન રાજ્ય કમોસમી વરસાદ વરસવાની સંભવના વચ્ચે આજે સવારથી મોરબી જિલ્લામાં વાદયછાયુ વાતાવરણ છવાયું છે. સવારથી સુરજદાદાના દર્શન દુર્લભ થવાની સાથે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા હોવાથી વાતાવરણમાં ટાઢોળું જોવા મળી રહ્યું છે અને વાદળો વિખેરાયા બાદ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા જોવાઈ રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..