મોરબી : મોરબી નગર પાલિકાના લગ્ન નોંધણી વિભાગના ક્લાર્ક ગઈકાલે રૂપિયા 4000ની લાંચ લેતા પકડાયા બાદ આજે નામદાર મોરબી કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ નામંજુર થતા કલાર્કને જેલ હવાલે કરવામા આવ્યા છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગર પાલિકામાં લગ્ન નોંધણી વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ મોહનલાલ ખાખીને ગઈકાલે સુરેન્દ્રનગર એસીબીએ રૂપિયા 4000ની લાંચ લેતા ઝડપી લીધા બાદ આજે મોરબી એસીબી સ્પેશ્યલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમા રજુ કરી આરોપીનાં ત્રણ રિમાન્ડ ની માગણી કરેલ જે રિમાન્ડ નામદાર કોર્ટએ નામંજુર કરેલ છે અને હાલે આરોપી મહેન્દ્રભાઈ ખાખીને જેલ હવાલે કરેલ છે.