મોરબી: મોરબીને સ્વચ્છ બનાવવાના અભિયાનના ભાગરૂપે આવતીકાલે રવિવારે, 21 ડિસેમ્બર, 2025 ના રોજ સફાઈ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વચ્છતા અભિયાન સવારે 10:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી નવા બસસ્ટૅન્ડ વિસ્તારમાં સફાઈ કરાશે. ત્યારે મોરબીના નાગરિકોને આ સફાઈ અભિયાનમાં જોડાઈને શહેરને સ્વચ્છ બનાવવાના આ 'ક્લીનઅપ મૂવમેન્ટ'નો ભાગ બનવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.