મોરબી : 'મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ' દ્વારા સમગ્ર મોરબી શહેરમાં દર રવિવારે વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત રવિવારે સામાકાંઠે આવેલા નટરાજ ફાટક પાસે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું છે. તારીખ 24 નવેમ્બરને રવિવારે મોરબીના સામાકાંઠે આવેલા નટરાજ ફાટક પાસે સમિતિના 150 જેટલા સભ્યો સ્વચ્છતા અભિયાન આદરશે. સમિતિએ આ કાર્યમાં સામેલ થવા નગરજનોને આહવાન કર્યું છે. સવારે 6 કલાકથી સફાઈ અભિયાનનો આરંભ થશે. વધુ વિગતો માટે મો.નં. 9727770271 અને 9909988785 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.