મિટિંગમાં માટેલ રોડ પર સફાઈ કામગીરી માત્ર ત્રણ દિવસમાં પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો મોરબી : માટેલ રોડ સફાઈ કરવા અંગે તાજેતરમાં Q-BO સિરામિક ખાતે આ રોડ ઉપરના ઉદ્યોગકારોની એક મિટિંગ મળી હતી. જેમાં માટેલ રોડ ઉપર સ્વચ્છતા અભિયાન બાબતે ચર્ચા-વિચારણા કરી સર્વે કર્મચારીઓ સહમત થયા હતા. તેમજ ત્રણ દિવસમાં સ્વચ્છતા અભિયાન પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજથી Q-BO સિરામિક ફેક્ટરીની આજુબાજુમાં કચરો સાફ કરીને બાવળ, આકળા, તેમજ વધારાનુ ઘાસ કાઢીને સ્વચ્છતા અભિયાન શરુ કરાયું છે. આ રોડ ઉપર સ્વચ્છતા અભિયાન બાદ છોડ વાવી દેવાનું નક્કી થયું છે. તેમજ માટેલ મેઈન રોડ તથા ઇન્ટરનલ રોડ જ્યાં પણ કચરો પડેલો હોય તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે માટેલ રોડના સિરામિક ઉદ્યોગકારો દ્વારા આજુબાજુની ફેકટરીઓ તથા જાહેર જનતાને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા તથા જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274