કમિશનર દ્વારા ક્લસ્ટર નં. 11ની મુલાકાત કરી કામગીરીની ચકાસણી કરવામાં આવીમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી અંતર્ગત આજે 8 જાન્યુઆરીના રોજ સવારે 8-30 કલાકે અવની પાર્ક મેઈન રોડ પર શ્રમદાનનું આયોજન કરાયું હતું. આ શ્રમદાનમાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ પણ જોડાઈ હતી. આ ઉપરાંત એનજીઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તથા નાગરિકો પણ જોડાયા હતા.તારીખ 5 જાન્યુઆરીના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ક્લસ્ટર નં. 11ની વિઝીટ કરવામાં આવી હતી. જેમાં ક્લસ્ટર નં. 11ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત લીલાપર ગ્રામ પંચાયત પાછળ, પ્રકાશ સોસાયટી, બોરીયાપાટી રોડ પાર્ટી પ્લોટ પાછળ, આલાપ રોડના ખુણે, જુના સ્મશાન ખુણા પાસે, લીલાપર રોડ આવાસના ખુણે જીવીપી પોઈન્ટની વિઝીટ કરાઈ હતી. તથા વણકરવાસ, જૂનું લીલાપર, દેવપાર્ક, લીલાપર રોડ, એવન્યુ પાર્ક સોસાયટી તથા આલાપ પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોરની કામગીરીનું મોનિટરિંગ કરાયું હતું.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દર મંગળવારે અઠવાડિક સફાઈ ઝુંબેશ અંતર્ગત શહેરી વિસ્તારમાં નવલખી ફાટકથી કુબેરનગરનું નાકું, વીસીપરા મેઈન રોડ, બેઠો પુલ, સિરામિક સિટી રોડ, મચ્છુ માતાજી મંદિર રેલિંગ, લાતી પ્લોટ, અવની પાર્ક મેઈન રોડ, શનાળા બાયપાસ રોડ, લીલાપર ચોકડી ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી.