મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા સાવસર પ્લોટ ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કમિશનર, ડેપ્યુટી કમિશનર, મહાનગરપાલિકા સ્ટાફ, હેલ્થ વિભાગનો સ્ટાફ, મેડિકલ એસોસિએશનના સભ્યો, એનજીઓ તથા નગરજનો શ્રમદાનમાં જોડાયા હતા.આ શ્રમદાન અંતર્ગત સફાઈ અભિયાનમાં આશરે 9 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ 2 આસામીઓ પાસેથી ગંદકી ફેલાવવા બદલ 1200 રૂપિયાનો દંડ વસુલાયો હતો. આ ઉપરાંત શ્રમદાન દરમિયાન મોરબી મહાનગરપાલિકા દ્વારા સાવસર પ્લોટ ખાતે દબાણ દુર કરવામાં આવ્યું હતું.