સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને તેમજ નાગરિકોને શ્રમદાન માટે જોડાવવા આહવાનમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે ગુરૂવારે સવારે 9:30 કલાકે શહેરના નગરદરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને તેમજ નાગરિકોને શ્રમદાન માટે જોડાવવા ડેપ્યુટી કમિશનર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મોરબીની ઐતિહાસિક મચ્છુ નદીને સ્વચ્છ બનાવવા મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં જોતજોતામાં અનેક સેવાભાવી સંસ્થાઓ આ અભિયાનમાં જોડાતા ફક્ત બે કલાકના સમયગાળામાં મચ્છુ નદીના પટ્ટમાંથી 5 ટ્રેકટર ભરી કચરો કાઢવામાં આવ્યો હતો.