મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૩૦ જાન્યુઆરીના રોજ સવારે ૯:૩૦ કલાકે, બેઠા પુલ ખાતે મચ્છુ નદીની સફાઇ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં લોકોનો પણ સહકાર જરૂરી છે. શહેરની સામાજિક, ધાર્મિક તથા બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને આ અભિયાનમાં જોડાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયુ છે.