મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ 27 ફેબ્રુઆરી ને ગુરુવારના રોજ સવારે 9-30 કલાકે શ્રમદાન ફોર મોરબી અન્વયે વીસીપરા (સ્લમ એરીયા)માં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ સફાઈ ઝુંબેશ શહેરની સામાજિક, ધાર્મિક તથા બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને જોડાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.