મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં નટરાજ ફાટકથી ઉમા ટાઉનશીપ રોડની સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુરેશભાઈ દેસાઈ તેમજ નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો હોંશભેર જોડાયા હતા.