મોરબી: મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કાર્યરત 'ક્લીન અપ મોરબી' ટીમ દ્વારા 'ક્લીન મોરબી, ગ્રીન મોરબી' ના સૂત્રને સાર્થક કરવા માટે આવતીકાલે 15/02/2026 ને રવિવારના રોજ સવારે 08:00 થી 10:00 વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે. જેમાં ઉમિયા સર્કલથી ગાંધી ચોક (છોટાલાલ પેટ્રોલ પમ્પની સામે, APMC યાર્ડની બાજુમાં) સુધી યોજાયેલ સ્વચ્છતા ડ્રાઈવમાં શહેરના તમામ નાગરિકોને જોડાવા માટે ક્લીન અપ મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે.