ગામના જ મહિલાઓ અને પુરુષોએ ધારીયા, પાઇપ, લાકડી અને ધોકા વડે હુમલો કર્યો, 12 વિરુદ્ધ ફરિયાદહળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે આવેલ મહાદેવ મંદિરના મેદાનમાં જાળી અને એન્ગલ ફિટ કરવાની કામગીરી દરમિયાન ગામના મહિલા અને પુરુષ સહિતના એક ડઝન લોકોએ લાકડી, પાઇપ, ધોકા અને ધારીયા વડે હુમલો કરી છ લોકોને ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા રતિલાલ પ્રભુભાઈ બાબરીયા ઉ.61એ આરોપી (૧) ચતુરભાઇ વાલજીભાઇ (૨) નિકુલભાઇ મઘાભાઇ (૩) ભાણજીભાઇ ચતુરભાઇ (૪) અનિલભાઇ હેમુભાઇ (૫) હેમુભાઇ વાલજીભાઇ (૬) બાબુભાઇ વાલજીભાઇ (૭) દાદુભાઇ બાબુભાઇ (૮) શૈલેષભાઇ મઘાભાઇ (૯) સુજલભાઇ શામજીભાઇ (૧૦) શામજીભાઇ હેમુભાઇ (૧૧) શિલ્પાબેન અનિલભાઇ અને (૧૨) મનિષાબેન શામજીભાઇ રહે બધા-રાણેકપર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં જાળી તેમજ એન્ગલ ફિટ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ પાઇપ, ધોકા, લાકડી અને ધારીયા સહિતના હથિયાર સાથે આવી હુલ્લડ મચાવી ફરિયાદી તેમજ સાહેદ મુકેશભાઈ, જયસુખભાઈ, ચંદ્રિકાબેન, જ્યોત્સનાબેન અને પ્રભુભાઈ પર હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી. બનાવ અંગે હળવદ પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.