પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડાવ્યો, કોઈ ફરિયાદ નહિવાંકાનેર : વાંકાનેર નગરપાલિકામાં વિજય થતા ફટાકડા ફોડવા બાબતે ઘર્ષણ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે પોલીસે મામલો થાળે પડાવ્યો હતો. હાલ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ડીવાયએસપીએ વિગતો આપતા જણાવ્યું કે વાંકાનેરમાં ચૂંટણી પરિણામો આવતા જ માર્કેટ ચોક પાસે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ વેળાએ ફટાકડાના તણખા એક ફ્રુટની દુકાનમાં પડ્યા હતા. જેને લઈને બોલાચાલી અનેક ઘર્ષણ થયું હતું. મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં પોલીસે મામલો શાંત કરાવ્યો હતો. હાલ આ વિસ્તારમાં પૂરતું પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું છે.