ચાની હોટલે બે જૂથ સામસામે આવી ગયાવાંકાનેર : વાંકાનેર શહેરના માર્કેટ ચોકમાં ચાની હોટેલ ખાતે ચા પીવા આવેલ યુવક સામે કાતર મારવા મુદ્દે બે પક્ષ વચ્ચે બઘડાટી બોલી જતા મામલો ગરમાયો હતો.નજીવી બાબતમાં થયેલા ઝઘડાએ ઉગ્રરૂપ ધારણ કરી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં બન્નેપક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી.વાંકાનેર શહેરના માર્કેટ ચોકમાં કનૈયા હોટલ પાસે ગત તા.12ના રોજ સાંજના સમયે ફરિયાદી વિશ્વદીપ ગાંડુભાઈ ડાભી રહે.ભરવાડ પરા અને તેનો મિત્ર મિલનભાઈ દાદર બેઠા હતા ત્યારે આરોપી એજાજ ઉર્ફે દાદલી નામના શખ્સે મારી સામે કાતર કેમ મારે છે તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં આરોપી (૧) એજાજ ઉર્ફે ડાડલી.ઉપરાંત અન્ય આરોપી (૨) મહમદ હુશેન લાખા (૩) એજાજનો ભાઇ (૪) નીખીલ ઉર્ફે કાબો ભોજક (૫) તથા અકીલ (૬) ઇકબાલ (૭) આફતાબ લાખા (૮) અલફાઝ માણેક રહે. બધા વાકાનેર વાળાઓએ એક સંપ કરી બન્ને યુવાન હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.જ્યારે સામાપક્ષે એજાજ ગુલાબભાઈ ચૌહાણ રહે.સિપાઈ શેરી, વાંકાનેર વાળાએ આરોપી વિશાલ ગાંડુભાઈ ડાભી, રહે.ભરવાડ વાસ, ભુરો અને મિલન રમેશભાઈ રાજગોર રહે.લુહાર શેરી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓએ કાતર મારવા મુદ્દે બોલાચાલી કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.