એક પક્ષના બે વ્યક્તિ અને સામે પક્ષના એક વ્યક્તિને ઇજા, હોસ્પિટલે બન્ને જૂથો ફરી સામસામા આવતા પોલીસે મામલો શાંત પડાવ્યો મોરબી : મોરબીના સિપાઈવાસમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ ઘટના સ્થળે અને હોસ્પિટલે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર મોરબીના સિપાઈવાસના નાકે બે જૂથો કોઈ કારણોસર સામસામા આવી ગયા હતા. જેમાં મારમારીમાં એક પક્ષના અબાસ અકબરભાઈ કુરેશી (ઉ.વ.35) અને મન્સુર અકબરભાઈ કુરેશી (ઉ.વ. 31)ને ઇજા પહોંચી હતી. હાલ બન્નેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે બીજા પક્ષનામકબુલ ઉર્ફે બિલાલ યુનુષ ભાઈ કુરેશી (ઉ.વ. 25)ને ઈજાઓ પહોંચી હતી. તેમને રાજકોટ રીફર કરી દેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી. મામલો ઉગ્ર ન બને તે માટે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. બીજી તરફ હોસ્પિટલમાં પણ બન્ને જૂથો સામસામે આવી ગયા હતા પણ પોલીસની હાજરીથી મામલો શાંત પડી ગયો હતો.