પાંચેક મહિના પહેલા દીકરીને લઈને થયેલી બોલાચાલીના મનદુઃખમાં લોહિયાળ માથાકૂટ : સામસામી ફરિયાદ નોંધાઇ, કુલ 7 લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયોમોરબી : મોરબીના લાતી પ્લોટમાં બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હોય, તલવાર અને છરીઓ ઉડતા અનેક લોકો ઘાયલ થયા હતા. આ બનાવમાં સામસામી ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે 7 લોકો સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મહંમદ કાસમભાઈ થૈયમએ મુસ્તાક ઉર્ફે ડાડો કાસમ સંધવાણી, અસ્લમ કાસમ સંધવાણી અને કાસમભાઈ સંધવાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આજથી ચારેક વર્ષ પહેલા ફરીયાદીને આ કામના આરોપીની દિકરી સાથે પ્રેમ સબંધ હોય જે વાતનો ખાર રાખી રાત્રીના અરસામા છરીના આડેધડ ઘા માર્યા હતા. ફરિયાદીના ભાઈ મહેબુબને જમણા હાથની આંગળીઓમાં, તેમજ જમણા ખભામાં અને ડાબા પગમાં ઈજા થયેલ બાદ આ મુસ્તાકના પિતા કાસમભાઈ તેમના ઘરમાથી પથ્થર અને કાચની બોટલોના છુટા ઘા કરવા લાગતા ફરિયાદીના ભાઈ મહેબુબને ડાબા ખભાના ભાગે મુંઢ ઈજા કરેલ હતી. સામાપક્ષે મુસ્તાક કાસમભાઈ સંધવાણીએ મહંમદ કાસમભાઇ થૈયમ, મહેબુબ કાસમભાઇ થૈયમ, કાસમભાઈ ખમીશાભાઇ થૈયમ અને જલાબેન કાસમભાઇ થૈયમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે પાંચેક મહીના પહેલા આરોપી મહમદએ ફરીયાદીની બેનની છેડતી કરેલ હોવાથી જે-તે સમયે આરોપીઓ સાથે માથાકુટ થયેલ હતી. જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીના પિતાજી કાસમભાઈ સંઘવાણીને મારી નાખવાના ઇરાદે માંથામાં તલવાર ઘા મારી ગંભીર ઇજા કરી તથા ડાબા હાથમાં તલવારના ઘા મારી ઈજા કરી તેમજ ફરીયાદીના ભાઈ અસ્લમને છરીના ઘા મારી, ડાબા હાથના અંગુઠામાં તથા ડાબા પગમાં ગંભીર ઇજા કરી પહોંચાડી હતી. આ સાથે પથ્થરના ધા મારી ફરીયાદીને તથા ફરીયાદીના માતા ફાતમાબેનને ઇજા પહોંચાડી હતી. હાલ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.