એક પક્ષે ભાભી સાથે ઝઘડો કરવા અંગે ફરિયાદ નોંધાવી, બીજા પક્ષે દરવાજો કેમ તોડ્યો તે મુદ્દે ઝઘડો કર્યાનું જાહેર કર્યુંમોરબી : મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા બે પરિવારો વચ્ચે બોલાચાલી ઝઘડો થયા બાદ ઝઘડાએ વરવું રૂપ ધારણ કરતા બન્ને પક્ષે છરીઓ ઉડતા બન્ને પક્ષે ઇજાઓ પહોંચી હોવાની સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા પંકજભાઈ પાલાભાઈ બારોટે આરોપી દિલીપ રાઠોડ અને આરોપી નિલેશ રાઠોડે તેમના ઘરનો દરવાજો કેમ તોડી નાખ્યો છે તેવું કહું ફરિયાદી પર છરી વડે હુમલો કર્યાનું ફરિયાદ નોંધાવી હતી.સામાપક્ષે કમલેશ ઉર્ફે નિલેશભાઈ હરિભાઈ બાંભણવાએ આરોપી પંકજ પાલાભાઈ બારોટ અને દિનેશ પાલાભાઈ બારોટ ફરિયાદીના ભાભી સાથે ઝઘડતા હોય ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ છરી વડે છરકા કરી લાકડાના ધોકા વડે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.બી ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.