ત્રણ યુવાનોએ ઢીકા-પાટુ ઉલાળી ધબધબાટી બોલાવી હોસ્પિટલ માથે લીધી : વિડીયો વાયરલમોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ અને દર્દી વચ્ચે કજીયો થયો હોય વાત છુટ્ટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનાનો વિડીયો પણ ત્યાં હાજર લોકોએ ઉતારી લેતા સમગ્ર મામલો ઉજાગર બન્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની સિવિલ હોસ્પિટલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ત્યાં ફરજ બજાવતા સ્ટાફ અને દર્દી સહિતના ત્રણ યુવાનો છુટ્ટા હાથે મારામારી કરતા નજરે પડે છે. જો કે એક મહિલા ઉપરાંત બીજા યુવાનો આ ત્રણેય લોકોને છુટ્ટા પડાવવાના પ્રયત્નો પણ કરે છે. સુત્રોના જણાવ્યા મુજબ જે બે વ્યક્તિ વચ્ચે માથાકૂટ થઈ તેમાં એક દર્દી હતા અને બીજા સ્ટાફ મેમ્બર હતા. આ બન્ને એક બીજાના પરિચયવાળા જ હતા. મજાકમાં વાત ગાળા-ગાળી અને મારામારી સુધી પહોંચી ગઈ હતી.