વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે બે દિવસ પૂર્વે દુકાન પાસે બેઠેલા વૃદ્ધને માર મારવાની ઘટનામાં વળતી ફરિયાદ નોંધાઇ છે જેમાં યુવાને ચાર આરોપીઓ વિરુદ્ધ બાકી પૈસા માંગતા હાલ પૈસા ન હોવાથી પૈસા આપવાની ના પાડતા લાકડી વડે માર મારી યુવક અને તેની સાથે રહેલ વ્યક્તિને માર મારવા અંગે ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા પ્રકાશભાઈ ઉર્ફે પિન્ટુ લાલજીભાઇ વોરાએ આરોપી બાવજીભાઈ કાળુભાઇ વોરા, અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને આરોપી વિજય પરસોત્તમભાઈ વોરાએ બાકી પૈસા આપવાનું કહી લાકડી વડે ફરિયાદી પ્રકાશભાઈ અને સાહેદ દિલીપભાઈને માર માર્યો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરી છે.