સોસાયટીના રહીશો નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી રસ્તાને યોગ્ય રીપેર કરવાની માંગ કરીમોરબી : મોરબીના વોર્ડ નબર 1ની સોસાયટીના રોડમાં ગાંડા બાવડ ઊગી નીકળતા રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે. આથી સોસાયટીના રહીશો નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી રસ્તાને યોગ્ય રીપેર કરવાની માંગ કરી છે.મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા ઉગાભાઈ રાઠોડે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, વોર્ડ નબર 1માં આવેલ મારુતિ પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર બન્ને બાજુએ ગાંડા બાવળ અને ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. આ રસ્તો પહેલેથી જ સાંકડો હતો. હવે આ સાંકડા રસ્તા ઉપર ગાંડા બાવળ ઊગી નીકળતા રસ્તો વધુ સાંકડો પડી ગયો હોય લોકોને વાહન લઈને પસાર થવામાં ભારે હાલાકી પડે છે. આ રસ્તો છ સોસાયટીને જોડતો રસ્તો છે. જેમાં ન્યુ કુબેર નગર, કુબેર નગર, શ્રદ્ધા પાર્ક, ગાયત્રી નગર, મારુતિ પાર્ક સોસાયટી સહિત છ સોસાયટીના લોકો અવરજવર કરતા હોય તેથી આ રસ્તો વહેલીતકે રીપેર કરવાની માંગ ઉઠાવી છે.