સ્થાનિક અગ્રણીઓની રજુઆત ફળીભૂત થઈમોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં નગરપાલિકાની સીટી બસ શરૂ કરવાની સ્થાનિક અગ્રણીઓની રજુઆત સાકાર થઈ છે. આથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પાલિકા તંત્રએ આ રજુઆતને ગંભીરતાથી લઈને સોઓરડી - ભળીયાદ રૂટ ઉપર નગરપાલિકાની સીટી બસ શરૂ કરી છે.મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારના સામાજિક અગ્રણી હરિભાઈ રાતડીયાંએ થોડા સમય અગાઉ નગરપાલિકાની સીટી બસને સોઓરડી વિસ્તારમાં શરૂ કરવાની રજુઆત કરી હતી. ધારાસભ્ય અને પાલિકા તંત્રને કરાયેલી રજુઆતમાં સોઓરડી વિસ્તારમાં જિલ્લા સેવા સદન, એસપી કચેરી તેમજ જિલ્લા પંચાયત સહિતની મહત્વની કચેરીઓ આવેલી હોવાથી મોટી સંખ્યામાં આ સરકારી કચેરીઓમાં આવતા લોકોને તેમજ સ્થાનિકોને પણ મોંઘા રીક્ષા ભાડા ચૂકવવા પડતા હોય જો આ સીટી બસ શરૂ થાય તો મોટી સંખ્યામાં લોકોને સસ્તા ભાડામાં સલામતી મુસાફરીનો લાભ મળે એમ રજુઆતમાં જણાવતા અંતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને પાલિકા તંત્રએ સોઓરડી અને ભડિયાદ સુધીના રૂટની સીટી બસ શરૂ કરી છે. આ બસનો દરરોજ સવારે 7 વાગ્યાથી લઈ દર દોઢ કલાકે લાભ મળશે. સવારે 7 વાગ્યે આ સીટી બસ ગાંધીચોકથી નીકળી વીસીફાટક, નટરાજ ફાટક, મહારાણા પ્રતાપ સર્કલ, સોઓરડી ચોક જિલ્લા પંચાયત પાસે, પોસ્ટ ઓફીસ ચોક, નઝરબાગ રેલવે સ્ટેશન અને આર્ટસ, કોમર્સ તેમજ સાયન્સ કોલેજ થઇ ભડિયાદ કાંટા સુધી દોડશે.