રિક્ષામાં ભૂલાયેલા રોકડા રૂ. 96,000 નેત્રમની મદદથી શોધી કાઢી અરજદારને અપાઈમોરબી અપડેટ : મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા 36 મોબાઈલ ફોન અને રિક્ષામાં ભૂલાયેલ રોકડ રકમ સહિત કુલ રૂ. 11,27,000નો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો છે.મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ, સિટી એ-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા તથા પીએસઆઈ જે.સી. ગોહિલના સુપરવિઝનમાં અરજદારોના ખોવાયેલા મોબાઈલ તથા રિક્ષામાં ભૂલાયેલા રૂપિયા શોધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત એ-ડિવિઝન સર્વેલન્સ સ્ટાફના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા અને આર્મ પોલીસ કોન્સ્ટેબલ રવીભાઈ ધરમશીભાઈ પટેલે 'CEIR' (Central Equipment Identity Register) પોર્ટલમાં એન્ટ્રી કરી ટેકનિકલ વર્કઆઉટ અને મોનિટરિંગ હાથ ધર્યું હતું. જેના આધારે રૂ. 10,31,000ની કિંમતના કુલ 36 મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, એક અરજદારના સીએનજી રિક્ષામાં ભૂલાયેલા રોકડા રૂ. 96,000 નેત્રમ સીસીટીવી કેમેરા પ્રોજેક્ટની મદદથી શોધી કાઢવામાં આવ્યા હતા. આમ, કુલ રૂ. 11,27,000નો મુદ્દામાલ અરજદારોને પરત આપી મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી 'પોલીસ પ્રજાનો મિત્ર છે' એ સૂત્રને સાર્થક કર્યું છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.સી. ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ રવીભાઈ પટેલ જોડાયા હતા. #Morbi #MorbiUpdate #MorbiPolice #TeraTujhkoArpan #CEIR #Netram #GujaratPolice #News