મોરબી: કહેવાય છે કે 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા', અને આ વાક્યને સાર્થક કરવા મોરબીના જાગૃત નાગરિકોની ટીમ ‘Cleanup Morbi’ મેદાને ઉતરી છે. શહેરને સ્વચ્છ અને સુંદર જોવાનું સપનું સેવતા ૧૫ જેટલા સેવાભાવી લોકોએ રવિવારની સવાર સફાઈ અભિયાન પાછળ ફાળવી એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.નાના બાળકોથી લઈ વડીલો સુધીનો જોમ અને જુસ્સોઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવના મંદિર પાસે ‘Cleanup Morbi’ ની ટીમ એકત્ર થઈ હતી. આ ટીમની ખાસિયત એ હતી કે તેમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ નાના બાળકો અને વડીલો પણ તેટલા જ ઉત્સાહથી જોડાયા હતા. હાથમાં ઝાડુ અને તગારા લઈ આ ૧૫ સભ્યોની નાનકડી સેનાએ સમગ્ર વિસ્તારમાં સફાઈ હાથ ધરી હતી.સત્યેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં સફાઈનો યજ્ઞટીમ દ્વારા કરવામાં આવેલી આ મહેનતના પરિણામે સત્યેશ્વર મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાંથી અંદાજે ૨ ટ્રેક્ટર જેટલો પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ વિસ્તારને સંપૂર્ણપણે સ્વચ્છ કરી ટીમે પર્યાવરણ જતનનો સંદેશ વહેતો કર્યો છે.શું તમારું સપનું છે સ્વચ્છ મોરબી?Cleanup Morbi અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને સાફ રાખવાનો અને આવનારી પેઢીને એક સ્વસ્થ ભવિષ્ય આપવાનો છે. જો તમે પણ સકારાત્મક બદલાવનો ભાગ બનવા માંગતા હો, તો આ ટીમ સાથે જોડાઈ શકો છો.કઈ રીતે જોડાશો?: આગામી રવિવારના સફાઈ અભિયાનની વિગતો જાણવા માટે Cleanup Morbi ના Instagram પેજને ફોલો કરો અને ત્યાં આપેલી લિંક દ્વારા WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો. ટીમ Cleanup Morbi એ નાગરિકોને અપીલ કરી હતી કે આવો, આવાત રવિવારે આપણે પણ આપણી નૈતિક ફરજ સમજી મોરબીને સ્વચ્છ બનાવવાના આ યજ્ઞમાં આહુતિ આપીએ.#MorbiUpdate #MorbiNews #CleanupMorbi #CleanMorbi #SwachhBharat #MorbiCity #SocialWork #EnvironmentalAwareness #morbimahanagarpalika