મોરબી : મોરબીમાં ગઠિયા દાદાને પોલીસનો ડર જ ન હોય તેવી ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે નવા બસસ્ટેન્ડ સામે રીક્ષા પાછળ કાર અથડાવી વગર વાંકે રીક્ષા ચાલકને ધોકો ફટકારી દેતા દાદાગીરીના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.લુખ્ખાગીરીના આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી નવા બસસ્ટેન્ડ સામે જીજે - 36 - ડબ્લ્યુ - 0847 નંબરની રીક્ષા લઈને જઈ રહેલા સંદીપ અનિલભાઈ જોશી ઉ.32 રહે.હાઉસિંગ બોર્ડ, સામાકાંઠા વાળાની રીક્ષા પાછળ સરદાર પટેલ સ્ટેચ્યુ, નવા બસસ્ટેન્ડ પાસે એસેન્ટ કારના ચાલક રવિ નામના શખ્સે પોતાની કાર અથડાવી હતી અને બાદમાં ગાળો આપી ઢીકા પાટુની માર મારી લાકડાનો ધોકો ફટકારી દઇ જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસે સંદીપભાઈની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.