વાંકાનેર નજીક રાતવીરડામા આવેલી પેપર મિલની ઘટના મોરબી : વાંકાનેરના સરતાનપર રોડ નજીક રાતવીરડા નજીક આવેલ પેપરમીલમાં સિમેન્ટ મિક્સરમાં અકસ્માતે માથું આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ શ્રમિક મહિલાનું મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવતા મોટ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નજી સરતાનપર રોડ ઉપર રાતવીરડા પાસે આવેલ નાગમતિ પેપરમીલમાં આજે સિમેન્ટ મિક્સરમાં અકસ્માતે માથું આવી જતા રેખાબેન મુકેશભાઈ મોહનલાલ (ઉ.વ.૩૦) રહે. નાગમતિ પેપરમીલ, રાતા વિરડા, સરતાનપર રોડ, વાળને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક કાગળો કરી તપાસાર્થે વાંકાનેર પોલીસને મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.