મોરબી: ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ મોરબી દ્વારા છઠ્ઠા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ ખાતે યોજાયેલા આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં સમાજના વિદ્યાર્થીઓને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.. આ સન્માન સમારોહ મુખ્ય મહેમાન ગુજરાત ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝંઝવાડીયાનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં નટુભાઈ કુવરીયા, રમેશભાઈ ધામેચા (હરીપર સરપંચ), જેશલભાઈ ભીમાણી (બગસરા સરપંચ), કાનજીભાઈ-આયોજક, દીનેશભાઈ રત્નાભાઈ સાથલીયા (મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ), જગદીશભાઈ જી. બાંભણીયા, તુલસીભાઈ પાટડિયા, ભાણજીભાઈ ડાભી, અજયભાઈ વાધાણી, યોગેશભાઈ ઉઘરેજા, નિલેશભાઈ દેગામ, દિલીપભાઈ અગેચાણીયા, દિપકભાઇ વાઘાણી, કલ્પેશભાઈ ગડેશિયા, નવઘણભાઈ ધામેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના દીકરી-દીકરા શિક્ષણ તરફ વળે તેવા હેતુ સાથે મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ ખાતે શૈક્ષણિક સન્માન સમારોહનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને શિલ્ડ, ફાઈલ, બુક સહિતની કીટ આપી સન્માનિત કરાયા હતા અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.