ટંકારા:આગામી વિધાનસભા ચૂંટણીને પગલે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડાની સુચનાને પગલે ટંકારા પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ વિધાનસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોઈ રાજકીય નેતા પૈસા કે પ્રલોભન આપી શકે નહી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. ટંકારા રાજકોટ મોરબી રોડ પર પોલીસ મથક સામેં ટંકારા ના ફોજદાર તૈરેયા અને મહિલા પીએસઆઈ ગોડલીયા એ વાહનો રોકી તલાશી લીધી હતી. આ ઉપરાંત ચુંટણી તંત્ર દ્વારા ખાસ અધિકારી ને મેજિસ્ટ્રેટ ના પાવર સાથે નિયુક્તિ કરી છે ટંકારાની કચેરી હાલ તો રાત અને દિવસ દરમિયાન ભારે ધમધમાટ શરૂ થઈ ગયો છે દરમિયાન ટંકારા શહેર અને તાલુકામાં ચુંટણી ટાકણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પહેલી વખત ત્રણ-ત્રણ પીએસઆઈની નિયુક્તિ કરવામાં આવી છે,જેમા ચૌધરી,તૈરેયા અને મહિલા ફોજદાર ગોડલીયા નો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનામતની આગમાં ટંકારા એપી સેન્ટર રહ્યું હોય પોલીસ તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ ઉપર ચપટી નજર રાખવામાં આવી રહી છે.